મૌન તોડીયે
ચાલ ને હવે સંતાકૂકડી ની રમત છોડીયે
ચાલ ને હવે મૌન ની વાર્તા છોડીયે
ચાલ ને હવે હૈયા ની ભાષા છોડીયે
ચાલ ને હવે આંખો ની મચક છોડીયે
ચાલ આજે સામ સામે બોલીયે
ચાલ આજે મન ની પતંગ ને શબ્દો ની
ફિરકી સંગ ઊડયે
ચાલ આજે વાદળ ના છાંયડ મન ને
વરસાદ થી ભિજવીયે
ચાલ આજે એક મેક ને મનતણા રંગો થી રંગીયે
ચાલ આજે શબ્દો ને ભેદી વાર્તા રચીયે
ચાલ આજે અંગત માથી સંગત ની સંરચના બનીયે
ચાલ આજે એકાંત ને શબ્દો ની ધ્વનિ થી ભરીયે
ચાલ આજે રાત્રી નુ અંતિમ સ્મિત અને
સવાર નુ સંબોધન બનીયે
©olddiarydvk