. *સાદગી*
. *:::::::::::::*
અંધારામાં આપે સાથ એ રોશની છો તું
કેમ કહું હવે કે મારી પણ સાદગી છો તું
સાદગીની એક મિસાલ છો તું
હૃદયમાં બિરાજે એ રોનક છો તું
જીવનને રોશન કરનાર મારું એક સપનું છો તું
નજર ઉતારવા માટે લગાવે કાળો ચાંદલો છો તું
ખોવાઈ ગયેલા રસ્તામાં મારી મંઝીલ છો તું
ખેંચી લાવે તારી પાસે એવી એક ખુશ્બુ છો તું
મારા સમયમાં પલ પલ છો તું
વિરામમાં એક પહેલ છો તું
જેમની માટે દુનિયા દીવાની એ સ્વાદ છો તું
તારા મોઢેથી પડે એવો મોતીનો કટકો છો તું
મારા વિચારોમાં પ્રશ્નોની ધારા લાગી ગઈ
ધનુષ માથી છૂટે એ જવાબની તીર છો તું
અંધારામાં આપે સાથ એ રોશની છો તું
કેમ કહું હવે કે મારી પણ સાદગી છો તું
~*:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::*~
. _ધવલ રાવલ_
. *TRUST ON GOD*