sunday
શહેરની એક વ્યસ્ત શાળામાં સાતમાં ધોરણના વર્ગશિક્ષકે વિદ્ધાર્થીઓને કહયું 'તો સ્ટુડન્ટસ, આવતીકાલે રવિવાર છે.તો આજે ઓછામાં ઓછા બે પેજીસ ભરાય એટલો એક નિબંધ લખો.એનું શિર્ષક છે 'how to enjoy your sunday'.તમારી પાસે એક કલાક છે.બધાએ લખ્યું.ખુબ લખ્યું.
રીસેસમાં ટીચર બધાના નિબંધ એક પછી એક તપાસતા હતા.એક નિબંધ અલગ લાગ્યોં કારણકે એ નિબંધ માત્ર ચાર-પાંચ લીટીનો જ હતો.અને એમાં પણ અમુક લીટી પાછળ પ્રશ્નાર્થ ચીન્હ હતા.એમાં લખેલુ હતું 'what is enjoy? i don't know anything about enjoy due to my study,tutions and extra activities.and which day is sunday? i have work and homework everyday.so teacher,can you give some defination about 'enjoy' and 'sunday' to me??? so i can write somthing about it.??
--ભ્રમિત ભરત.