શોધુ છુ તને!!
અહી તહીં શોધું છું તને!!
સવારની સબનમમાં શોધું છું તને!!
ક્યાં છે તું ખબર તો નથી!!
પણ ક્યારેક તો મળીશ??
એવી આશાએ શોધું છું તને!!!
અહી તહીં શોધું છું તને!!........
કંઇક તો હતુ એવું તારામાં !!
નહીતો આમ અહી તહી ના શોધું તને!!
તમતમતા તાપમાને કડકડતી ટાઢમાં !!!
આવે છે યાદ તારી સઘળી મોસમમાં!!
અહી તહીં શોધું છું તને!!......
તારી તો યાદ પરોઢમાં એમ જ આવી ગઈ!!
સવાર સવારમાં આનંદ અપાવી ગઇ!!
દુઃખ અપાવી ગઇ,સુખ કરાવી ગઈ!!
ને એટલે જ !! અહી તહી શોધું છું તને!!
અહી તહીં શોધું છું તને!!
સવારની સબનમમાં શોધું છું તને!!.....
-mahender