તમને જોઈને મન વિચલિત થયું છે,
તમારી આંખોમાં એવું શું લખ્યું છે!
તમને ભૂલી જવાની કોશિશોમાં છું,
યાદોમાં કેમ મન પ્રફુલ્લિત થયું છે!
સપનાઓથી મન સુગંધિત થયું છે,
ત્યારે એમને મારી સાથે શુ થયું છે!
ખબર નહીં હવે એમને શુ થયું છે, મનાવવામા હજી ક્યાં મોડું થયું છે!
"કમલ" એ આવશે તો ધીરજ રાખો,
હજી ક્યાં એટલું એમને મોડું થયું છે!
"કમલ" . .... ...