Gujarati Quote in Shayri by Rajkotiya Dhaval

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Very nice message...

??મેં સરવાળા
કર્યા સહુના.. અને ખુદ ને ગણ્યો નહીં ;
અને જગત આખું એમ સમજે કે , હું બરાબર ભણ્યો નહીં !!!
~~~~~~~~~~~~~~~~~~~~
??લોકો ખોટું કરતી વખતે
ડાબે - જમણે
આગળ - પાછળ
જોઈ લેતા હોય છે ...
બસ....
ઉપર જોવાનું ભુલી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~
??આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે.
~~~~~~~~~~~~~~~~~~~
??સુખની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે સાહેબ,
અમુક કિનારે પહોંચવા વલખા મારે છે,
જયારે અમુક કિનારે પહોંચીને.....
~~~~~~~~~~~~~~~~~~~~
??કિલોના ભાવમાં વેચાઈ ગઈ એ નોટબૂકો, જેના પર ક્યારેક વેરીગુડ જોઈને હરખ નોતો સમાતો.!!!!!
~~~~~~~~~~~~~~~~~~~
??ત્રીજા ફટકે શ્રીફળ તૂટે એનો એ અર્થ નથી કે પહેલા બે ફટકા નિષ્ફળ ગયા.
આવું જ કંઈક આપણાં career માં છે..
~~~~~~~~~~~~~~~~~~~
??સમય દરેક સમય ને બદલી નાખે છે...
ફક્ત સમય ને સમય આપો..
~~~~~~~~~~~~~~~~~~~
??ભારોભાર લાગણી ઓ મા ભીંજવેલા શબ્દો ને હુ પીરસુ છુ સાહેબ...
કયારેક એકલતા પી લઉ છુ તો કયારેક કુવા માટે તરસુ છુ.
~~~~~~~~~~~~~~~~~~~
??જુવોને આ સ્વીચબોર્ડ.......ઘરના એક ખૂણામાં એકલતા અનુભવતું હતું...
હવ નિરંતર ચાર્જરોની હૂંફ મળવાથી
સંબંધોનાં કનેકશનથી કેવું જોડાયેલું રહે છે..
~~~~~~~~~~~~~~~~~~~
??જો આપણે આપણી જિંદગીની વિષમ પરિસ્થિતિને ફેરવી દે એવા કોઈ ફરિશ્તાની રાહ માં હોઈએ.......
તો તે....
ફરીસ્તો...અરીસામાં મળશે....
~~~~~~~~~~~~~~~~~~~
??ભગવાન તુ પણ કમાલ છે યાર
આંખો black & white આપી છે
અને સપના રંગીન જોવડાવે છે....
~~~~~~~~~~~~~~~~~~~

Gujarati Shayri by Rajkotiya Dhaval : 111038314
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now