Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બસ એટલું કેહવુ છે મારે !

વિકસવું છે, ચમકવું છે મારે,
દરિયાની જેમ વિસ્તરવું મારે.
બસ એટલું કેહવુ છે મારે,
ફરી કમળ લાવવું છે મારે.

સીતેર વરસ ના અંધકારને,
નથી ફરી હવે જીવવું મારે.
બસ એટલું કેહવુ છે મારે,
ફરી કમળ લાવવું છે મારે.

ભ્રષ્ટાચાર ની માયાજાળમાં,
શાને ફરી હવે ફસાવું મારે ?
બસ એટલું કેહવુ છે મારે,
ફરી કમળ લાવવું છે મારે.

વિજ્ઞાનના આ નવા યુગમાં,
આભે છલાંગ ભરવી મારે,
બસ એટલું કેહવુ છે મારે,
ફરી કમળ લાવવું છે મારે.

દેશના નવ - નિર્માણ કાજે,
હામ ભરી ચાલવું છે મારે,
બસ એટલું કેહવુ છે મારે,
ફરી કમળ લાવવું છે મારે.

દેશના હર ખૂણે ખૂણામાં,
કેસરિયો ઝુમતો જોવો મારે.
બસ એટલું કેહવુ છે મારે,
હા ફરી કમળ લાવવું છે મારે.

મિલન લાડ. વલસાડ - સુરત.
#lagninopaheloahesaseprem
#કમળ #bjp #ભાજપ #india #gujarati
#poem

Gujarati Shayri by Milan : 111037661
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now