હાં આગળ વધું છું હૂં....
તારા વીના...તારી સ્મૃતિઓ ને સહારે....આગળ વધું છું હૂં...
તારી કહેલી દરેક શિખામણ ને માથે ચડાવી....
દરેક હાર ને...ફરી ને ફરી હરાવી....
હાં આગળ વધું છું હું....
સાથે વિતાવેલા શર્ણો ને મન માં વાગોળી....
હવા માં તારા હોવાની સુગંધ ને શ્વાસો માં ભરી...
ક્યારેક ભરપૂર જીવંત થઈ
ક્યારેક સાવ મરી મરી.. .
પણ હાં આગળ વધું છું હું...
તારા સાથે જોયેલા બધા જ સ્વપ્ન..આજે હું એકલી જ પૂરા કરવા મથૂ છું..
રસ્તા માં ક્યારેક ઠોકરો ખાઇ ઉંધા માથે પણ પડું છું...
હાં હૂં આગળ વધું છું...
ક્યારેક કારણ વગર દિલ ખોલી ને હસુ છું
ભર વરસાદ માં ક્યારેક ડૂસકે ડુસકે રડું છું..
તને ભાવતી વાનગી હું ભર પેટ જમુ છું..
મારી ભાવતી વાનગી માં હું ભૂખે મરું છું..
હાં ખરેખર આગળ વધું છું હું..
સ્વપ્ન તારું હતુ તારલાઓ નીચે ક્યારેક સાથે
વિતાવીશુ રાત્રિ..
આજે હુ અંધકાર માં બેસી છું આભ નીચે..તું છે ક્યાંક આસપાસ એવિ છે મને ખાત્રી...
એ ખાત્રી... છે વાસ્તવિકતા કે પછી હું ભ્રમ માં રહું છું..
પણ હા હૂં આગળ વધું છું...
ક્યારેક તેં આપેલી બાલી ને કાન માં ધરું છું...
અરીસા માં જોઇ પોતાને થોડુ મન માં હસુ છું..
અટકુ છું હૂં ક્યાં...?ઝરણાં ના જેમ સતત વહુ છું...
હાં હું આગળ વધું છું...
ક્યારેક જગત માં અટવાય જાવ છું...
ક્યારેક રસ્તો ભટકી જાવ છું..
ક્યારેક તારી શોધખોળ માં..
હૂં ખુદ ને જ જડી જાવ છું..
પછી મારી જાત ને હું તારી સામે ધરૂ છું....
હાં સાચે!!હૂં આગળ વધું છું...
એજ ચાર રસ્તા પર.. જ્યાથી તારા થિ વિખૂતિ થઈ છું..
કદાચ હજુ પણ હું ત્યાં ને ત્યાં જ ઊભી છું.
હાં... ખરેખર હું આગળ વઘી છું ...