ક્યારે પધારશો...(બાળગીત)
રૂડાં મારા ગોકુળધામ!!
શ્યામ તમે ક્યારે પધારશો...?
વાવી રોપીને મે ઉગારી સુંદર!
કદંબ આ લચી લચી જાય...
શ્યામ તમે ક્યારે પધારશો...?
મટકી ભરીને રાખી માખણ મીસરી,
દહીં કેરા દેગડાં અપાર....
શ્યામ તમે ક્યારે પધારશો...?
ઘેલી થઈ રાધા તારી બંસરીના નાદે,
પ્યારી પ્યારી ગાયોના ગોવાળ...
શ્યામ તમે ક્યારે પધારશો....?
ઉરના આંગણિયે દઉં હેતથી ઉતારા,
ઘેલી તારી ગોપીઓના નાથ,
શ્યામ તમે ક્યારે પધારશો....?
રૂડાં મારા ગોકુળ ધામ...
શ્યામ તમે ક્યારે પધારશો...?
- અશ્ક રેશમિયા