ઝાકળ...
' આશરો આપ્યો તને,
પણ તારે ક્યાં ઠરવું હતું,
ચાલી નીકળ્યું તું પણ,
હવા ની પાછળ પાછળ.
રાખી સમીપ તને,
તસ્વીર મારે જોવી હતી,
વિખેરાય ગયું પળમાં,
નજર માં વસતા વસતા.
કાયલ બની ગયો તારો,
રાત ની મહેફિલમાં,
'ઝાકળબિંદુ' ખોવાઈ ગયું,
સુરજ ઉગતા ઉગતા.'
મિલન લાડ. વલસાડ - સુરત.