યુવાનીની ઊતરતી સંધ્યાએ
ફરીથી મારે પ્રેમ કરવો છે,
બરબાદી -બદનામી તણો
મહાસાગર હેમખેમ તરવો છે,
નાદાનીમાં ઘણાયને ચાહ્યાં
અફસોસ!
પામી કોઈને ન શકાયું!
દિલમાં ધરબીને
જેમની મખમલી યાદોને
હેમખેમ જીવી જવાયું છે
એમને એકવાર હવે એકરાર કરવો છે,
અભાવોમાં તડપીને
જે દાઝી ગયા છે
એવા અરમાનોનો
ઉતુંગ મહેલ ચણવો છે,
ગુજરી જવાય ના
પ્રેમનો તજુર્બો પામ્યા વિના
એટલે જ મારે પ્રેમ કરવો છે,
ક્યાં સાવ સહેલું છે?
કોઈને પામવું કે માપવું!!
કુરુક્ષેત્રથી કમ નથી પ્રણયનો પંથ
એકવાર હવે મારેય એ જંગ જીતવો છે,
યુવાનીની ઊતરતી સંધ્યાએ
ફરીથી મારે પ્રેમ કરવો છે.
સાચે જ
મળે કોઈ હમદર્દી
તો હજીયે મારે પ્રણયબાગ ખીલવવો છે!!
અ.રે.