સરલ ભાવ શબ્દોને ઉતારું છું ગઝલમાં ,
હૈયાની ભીની લાગણીને ઉતારું છું ગઝલમાં .
સામર્થ્ય છે પરવાઝનું સપના થકી મુજને ,
હદયાકાશનું ઓજસ પસારું છું ગઝલમાં .
અપૂણઁ છે એ કેફ પ્રેયસીનાં દિદાર રહિત ,
ભાવોઁમિઁ સંગે સૌંદર્યને ચિતરું છું ગઝલમાં .
પુષ્પવાટિકામાં મનાંક્ષુ થકી ભ્રમણ કરતાં ,
લોભતી મધુ સુરભીને નિખારું છું ગઝલમાં .
શ્ર્વાસોની રિધમે ખુદમાં એકાકાર થૈ મોજથી ,
જિંદગીની સધળી ક્ષણોને મઠારું છું ગઝલમાં .
સતાવે જગતનાં એ દુઃખ દર્દો અપાર 'હિત'ને ,
આખરે ખરા દિલથી ઇશને પુકારું છું ગઝલમાં .