Gujarati Quote in Quotes by Mayank bavadiay

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અહેસાસ

અહેસાસ  આજે થયો એ વાતનો  કે જે હું બોલ્યો;
પરિવાર જનો સાંભળતા ગયા અને હું કડવું બોલ્યો;

ઊંટ ને તો  અઢારે અંગ વાંકા હતા પણ તે માન્યો;
હું તો પૂરો સીધો   હતો   ને  છતાં   કેમ્ ન  માન્યો;

હું તો  કુવનો  દેડકો   જે ચારે  દીવાલ જ ધૂમ્યો;
બહાર  આવીને  જોયું તો  છાયો પણ ન મળ્યો;

ક્યાં  પોગ્યો ને  ક્યાં જાવ છું  તે ન  સમજ્યો;
મંજિલ  તો દૂર  હજી પડાવ  પણ નો  મલ્યો;

પડોશી  સ્વાર્થ  અને   મિત્ર  લાલચ  બન્યો;
લૂંટીને બધા જતા  રહ્યા ને હુ જોતો  રહ્યો;

મજબૂર   રહી બધા   સામે  ખૂબ   ગગડિયો;
કાય ન મળ્યું એટલે ખૂણામાં એકલો ખૂબ રડ્યો;

નિસરણી નો સહારો ન મળ્યો કે જયારે ખાડા પડ્યો;
નિરાશા મળી જયારે, મહેનતની માટીથી પણ ન ચડ્યો;

ડરતો હતો એટલે આ બધું ન સમજાવી શક્યો;
એટલે  આ  અહેસાસ  કોઈને ન કહી  શક્યો;

                  
                                                  -M.S.B.B

Gujarati Quotes by Mayank bavadiay : 111036884
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now