Gujarati Quote in Whatsapp-Status by Harshil Patel

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડીફેન્સીવ રમી 50-55 પુરા કર્યા,
*હવે ખભા ઉંચકવા છે,*
ચોક્કા છક્કા મારવા છે, 
હવે જ ખરી મજા છે.

તનથી થાક્યો છુ જરા,
*મનથી હાર્યો જરાય નથી,*
હવે બમણા ઉમંગથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.

ઇન્જરી, સ્લેજીંગ, ખોટી અપીલો,
*કેટલુ બધુ સહન કર્યુ !*
હવે આ બધુ ગણકારવુ નથી,
હવે જ ખરી મજા છે.

આઉટ થવુ મંજુર છે,
*રીટાર્યડ હર્ટ થવુ નથી,*
ખુમારીથી રમ્યો છુ, ખુમારીથી રમવુ છે,
હવે જ ખરી મજા છે.

સેન્ચુરી ભલે ના થાય,
*70, 80 માં આઉટ ભલે થવાય,*
બાકીની ઈનીંગ મસ્તીથી રમવી છે,
હવે જ ખરી મજા છે.

 ટીમને જીતવા જોઈતા રન કરી લીધા,
*બાકીનુ હવે ટીમ પર છોડી,*
 મારે મારી રીતે રમવુ છે,
 હવે જ ખરી મજા છે.

સામે ઉભેલો પાર્ટનર,
*છેલ્લે સુધી સાથ આપે.....*
તો એક યાદગાર ઈનીંગ રમવી છે,
હવે જ ખરી મજા છે.

*Enjoy Life, my 50+ friends*

Gujarati Whatsapp-Status by Harshil Patel : 111036796
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now