Gujarati Quote in Shayri by Simran Jatin Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અળગી ...

તે...
તે મને માત્ર તારાથી કે તારી જિંદગીમાંથી જ અળગી નથી કરી...

તે...
તે તો મને...
મારા ખુદ ના અસ્તિત્વથી જ અળગી કરી નાંખી છે...

મારા પાયલ વિનાના પગ જાણે કે....
એક પણ ડગ ભરવા જતા જ ફસડાઈ પડતા...

મારા કંગન વિના ના હાથ જાણે કે...
તારા સાથ વિના અસહાય લાગતા...

મારુ મંગલસૂત્ર વિના નો કંઠ જાણે કે...
એક કોળીયો પણ એની નીચે ઉતારી ન શકતો...

મારુ બિંદી વિનાનું કપાળ જાણે કે...
આખોય ચેહરો જ નિસ્તેજ કરી દેતો...

મારા લિપસ્ટિક વિનાના હોઠ જાણે કે...
એનું ગુલાબીપણું તારી નજરો થકી જ આવતું લાગતું...

મારી કમરબંધ વિનાની આ કમર જાણે કે...
માત્ર તારો જ સહારો ઈચ્છતી એક વેલ સમાન...

મારા ઝૂમખાં વિના ના કર્ણ જાણે કે...
એ માત્ર તારા હોઠોની બચી ભરવા જ હતા કે શું...

મારુ નથ વિનાનું નાક જાણે કે...
મારી આખીય છબી જ બદલી નાખી એમ લાગતું...

મારા તન પર અન્ય વસ્ત્ર એ લાલ રંગની સાડી સિવાય જાણે કે...
જે તારી નજર વિના માત્ર એક સામાન્ય કપડું લાગતા...

મારા આ લાંબા કેશ જાણે કે...
તારા સ્પર્શ વિના શુષ્ક બની ગયા એમ લાગતું...

મારી સિંદૂર વિનાની માંગ જાણે કે...
આખી વેરાન આ દુનિયામાં હું એક માત્ર જીવ...

તારા થી અળગી હું એક માત્ર સાઝ શણગાર વિનાની વસ્ત્રથી ઠંકાયેલી જીવતી લાશ સમાન...
#સાંઈ સુમિરન....

Gujarati Shayri by Simran Jatin Patel : 111036546
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now