જ્યારે આંખો માં આંખ નાખી
એ સ્મિત વેરાય છે
જ્યારેપણ બિંદાસ થઈને
તારુ આ હાસ્ય રેલાય છૅ
મસ્તી કરીને જ્યારે જીભ
અડધી બાર ખેંચાય છે
શરમાતાં શરમાતાં ક્યારેક
મોઢું હાથોં થી ઢંકાય છે
ગુસ્સે થઈને જ્યારે તુ
ફરી ફરીને રિસાઈ છે
એ ગાલ પર આવેલા એ વાળ
જે રીતે આંગળી થી કાને ચડી જાય છે
તને ખબર છે તારા માટે કયાંક કવિતાઓ લખાય છે ?