Gujarati Quote in Shayri by Milan

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નફરત...

હશે ! અગર તારા માટે તો,
આ દિલમાં ફક્ત પ્રેમ હશે.

ના નફરત નો અવકાશ કોઈ,
ના તો રજ માત્ર શક હશે.

પર્વત, ઝરણાં, ચાંદ, તારાની,
ઉપમામાં તારી સજાવટ હશે.

એથી વિશેષ આ ધડકન પર,
ગુંજતું મધુર તારું નામ હશે !

નેહ નીતરતી આંખોને એક,
ઓળખ ફક્ત તારી જ હશે.

શ્વાસોના આ આવાગમન પર,
પેહરેદારી પણ તારી જ હશે !

હજી બાંહેધરી શી આપવી મારે,
કહી દે ! તો એ પણ કરવી ઘટે,

ભલે તારા દિલમાં નફરત ભરી,
આ દિલમાં તો ફક્ત પ્રેમ જ હશે.

મિલન લાડ. વલસાડ - સુરત.

Gujarati Shayri by Milan : 111036333
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now