ગુસ્સો ઘણીવાર વ્યાજબી પણ હોયછે ને ઘણી વખત ગેર વ્યાજબી પણ હોયછે
ગુસ્સાના અનેક પ્રકારના હોયછે ઘણી વાર પ્રેમનો પણ ગુસ્સો હોયછે પણ આવા પ્રેમભર્યા ગુસ્સામાં ક્યારેક થોડીક મજા પણ પડતી હોયછે ઘણીવાર ગુસ્સા ઘર કંકાસ ના પણ હોય છે આવા ગુસ્સા અમુક વાર જલદી શાંત થતાં નથી ને પછી ક્યારેક તે મોટું સ્વરૂપ ધારણ કરે
ને આવા ગુસ્સા માં આપણે ના કરવાનું કામ કરી બેસીએ છીએ.
જેમકે કોઈની સાથે ઉંચેથી બોલાચાલી
મારામારી પછી ક્યારેક લોહીલુહાણ મારામારી પણ થઈ જાય જેમાં કોઈને મોટું નુકશાન પણ થઈ જાય
માટે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો
ક્યારેક આપણો જ ગુસ્સો આપણને પણ ભારી પડી શકેછે.
જેમકે કોઈ હાર્ટ પેશન્ટ દર્દી હોય તો તેને હાર્ટ એટેક પણ આવી શકે છે.
ગુસ્સાની ફક્ત એક જ દવા છે એ એવી દવા છે કે જ્યારે તમને ગુસ્સો આવે ત્યારે ઠંડા પાણીથી નાહી લેવાનું...
બધું જ ગરમ લોહી ઠંડુ થઈ જશે .
પ્રયત્ન કરજો કદાચ લાભકારક પણ નીવડે....ગુસ્સાથી ક્યારેય કામ થતું નથી જેટલું પ્રેમથી કામ થાયછે.
પ્રેમથી કામ કરશો તો ક્યારેય ગુસ્સો આવશે નહીં.