હસતાં રહેજો હસાવતા રહેજો ,
ખુશીની પળોને યાદ કરી આનંદમાં રહેજો .
સાથ આપી સંબંધ નિભાવતા રહેજો ,
ભૂલો અને સ્વાર્થને ભૂલી યાદ કરતાં રહેજો .
નથી કોઈ સંબંધ તો પણ મિત્રતા નિભાવતા રહેજો ,
સુખ-દુઃખ ભરેલી આ જીંદગીમાં સમયની સાથે ચાલતા રહેજો.
દરરોજ એક વિચાર સાથે નવી શરૂઆત કરતાં રહેજો ,
હાર-જીતનાં ચક્રવ્યૂહમાં પડ્યાં વગર મોજ માણતા રહેજો.
- અંશ....