Gujarati Quote in Quotes by Harshad Patel Pij

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આત્મહત્યા કરવી એ ગુનો જ નહિ પણ એક કાયર વ્યક્તિનું જ એ કામ છે
જીદગી એક તરફ સુંદર પણ છે જો તમને સારી રીતે જીવતા આવડે તો...
ને તમને કોઈ વાર ઝેર જેવી પણ લાગેછે પણ જો તમને સારી રીતે જીવતા ના આવડે તો...
એકવાર મે પણ આત્મહત્યાનો પ્રયાસ કરેલો .... જ્યારે મારા ઘરમાં એક નાનો ઝગડો થઇ ગયો હતો,ત્યારે મારા મન ઉપર પણ આત્મહત્યા કરવાના વિચારો ઘૂમી રહ્યા હતા જે ઘણા સમયથી એ વિચારો રહ્યા હતા...
પણ હું તે સમયે વિચારતો હતો કે માટે કેવી રીતે આત્મહત્યા કરવી!
ઝેર પીને...
તળાવમાં પડીને...
ટ્રેન નીચે પડીને...
અથવા ગળે દોરી બાંધીને...
પછી મે ગળે દોરી બાંધીને આત્મહત્યા કરવાનું વિચાર્યું,
રવિવારનો દિવસ..રાતના બાર વાગ્યા હતા બધા લોકો સૂઈ ગયા હતા ને હું બીજે માળે ઉપર ગયો નાનું લાકડાનું ટેબલ લીધું તેની ઉપર ચઢી ગયો પછી ગળામાં પ્લાસ્ટિકની દોરી બાંધી બીજો છેડો સિલીંગ ફેન સાથે લટકાવીને નીચે મે ગાંઠ મારી ...બરાબર મારે મારું ટેબલ બાર વાગ્યે ખસેડવાનું હતું ...
હું પૂરેપૂરો રેડી હતો....ત્યાજ એક વિચાર મારા મગજમાં આવી ગયો કદાચ એ વિચારે જ મને નવી જીદગી આપી હશે..વિચાર એ હતો કે જો હું નહિ તો મારા બે છોકરાં નું કોણ! તેની મમ્મી અસ્થમા ની દર્દી છે કાલે કદાચ તે ના હોય તો મારા બાળકોનું કોણ! કોણ દેખભાળ રાખશે!
બસ આજ વિચારો એ મારી જીદગી બદલી નાખી ને મેં મરવાનો વિચાર કેન્સલ રાખ્યો.
આ એક હકીકત છે જો આ વિચારને આવતા થોડીક વાર થઈ હોત તો મે મારું તે ટેબલ ખસેડી દીધું હોત...ને આજે હું તમારી. સામે જ આજે ના હોત.
આપણા ખરાબ વિચારોને બદલી શકાય છે તમને પણ કદાચ મારા જેવો વિચાર આવી જાય તો પણ પહેલા સો વાર વિચાર કરજો કે હું જે પગલું લઈ રહીઓ છું તે શું વ્યાજબી છે!
આવી ભૂલ તમે કદી ના કરશો ...
જીદગી ઘણી ખૂબસૂરત છે તેને ખૂબ આનંદ થી જીવી લો...પ્રેમથી જીવી લો
જીદગી નહિ મિલેંગી દો બારા ફિર કભી.

Gujarati Quotes by Harshad Patel Pij : 111036249
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now