વિચારો ના વમળ માંથી બહાર આવવા મથું,
ને એ જ વિચાર મને અકળાવી મૂકે આવું કેમ?
કોઈ ધીમે ધીમે વિશ્વાસ કેળવી ને આવે નજદીક,
ને એક ઝાટકે વિશ્વાસ તોડી જાય આવું કેમ?
નાનકડી આંખોને સપનાઓ મોટા દેખાડે, ને
પછી એ મહેલો ને ચકચૂર કરી જાય આવું કેમ?
સવાલ છે ઘણાં જેના કોઈ જવાબ નથી મળતા, પણ ઉત્તર જાણનારા ય પ્રશ્ન પૂછી જાય આવું કેમ???????