રોજ સવારે ભાંગી પડેલી હિંમત ને ફરી આડીઅવળી જોડી નીકળી પડું છું હું..
સુંજેલિ આંખો માં ઉજાગરો થોડો ને થોડી ભીનાશ લઇ..
બઁધ મુઠ્ઠી માં તૂટેલા સ્વપ્ન યે લીધેલા છેલ્લાં શ્વાસ લઈ..
શોધવા થોડો આત્મવિશ્વાસ નીકળી પડું છુ હૂઁ..
પાંપણ પર જવાબદારી નો ભાર લઈ..
શરીર માં થાક અપાર લઇ..
પળ હરવાશ ની શોધવા નીકળી પડું છું હૂઁ...
બાંધી ભૂતકાળ ની ગાંઠ દુપટ્ટા માં...
આંજી અંધકાર ની કાલક ને આંખો માં..
શોધવા થોડો ઉજાસ નીકળી પડું છું હૂં...
જીવન ની અપૂર્ણતાં ને શ્વાસો માં ભરી..
સરળતા નૉ ચેહરા પર શણગાર કરી..
પામવા પૂર્ણતા નીકળી પડું છું હૂં...