જિંદગી જીવતા તો બધા જ હોય
એને માણવા ની મજા અલગ હોય છે,
પોતાના સ્વાર્થ ખાતર મદદ તો સૌ કરે
નિઃસ્વાર્થ કરેલી મદદ ની મજા અલગ હોય છે,
વરસાદ આવે રાહ જોઈ ને થાકીયે ત્યારે
સમયસર એ પહોંચે ત્યારે મજા અલગ હોય છે,
રવિવારે તો ઓમય હોય જ રજા
દોસ્તો સાથે જવા રાખેલી રજા અલગ હોય છે,
હું તો રાખું કેટલાય પર ભરોસો
મારા પર કેટલા રાખે એ અલગ હોય છે,
કેટલાય આવશે જિંદગી માં અને કેટલાય જશે પણ
જે રહી જાય હ્રદય માં એ સહેજ અલગ હોય છે,
પ્રેમ હોય છે કદાચ આંધળો
એટલે જ એની સજા અલગ હોય છે,
કામ તો બધા ના થઇ જ જાય છે અહીંયા
' મહર્ષિ ' બસ બધાના ભગવાન અલગ હોય છે.
~ મહર્ષિ...