ગામડાનું ગાડુ પૂછે છે તારું શહેર કેટલું ડોકાણું
પાદર નું એ છીંડું ડામર ના ડામ થી પુરાણું
ખડકી નો એ ડેલો કહે શહેર માં કેટલું જીવાણુ
સિમેન્ટ ની માયાવી નગરીમાં તો જીવન પીસાયું
કલારા પર નો રોટલો પૂછે સ્વાસ્થ્ય તારું કેટલું જળવાણું
ખાણી પીની ની આડમાં શરીસ મારુ ધોવાણું
સીમાડા નું ખેતર પૂછે કામ તારા થી કેટલું કરાણું
દશ કલાક ની એ નોકરી માં તેલ મારુ મપાણું