Hindi Quote in Shayri by Naranji Jadeja

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Hindi daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાલ્લું, આ તે કેવું ચોમાસું!

અહિ બારસાખ ઊપર ફૂગ બાજતી નથી,
કોઈ ટોઇલેટનું બારણું છોલાવતું નથી,
આંગણાં પગ લપટી જાય એવાં
લપસણિયાં થતાં નથી.

અમે છત્તે ચોમાસે ચોમાસાં વિનાનાં!

કોઈ લીલ બાઝેલી દીવાલ પર
ઠીકરાંથી ભાર દઈને
કોઈ કશું કોતરતું નથી,
કોઈ ઓસરીના ટોડલે છત્રી નીતરતી નથી.

અમે છત્તે ચોમાસે ચોમાસાં વિનાનાં!

અહિ નાયગ્રાના અવાજનાં પડઘા જેવો
ધોરિયાઓનો ધ્વનિ સંભળાતો નથી,
ડેલી ફળિયામાં જીવાત ઊભરાતી નથી,
ઓરડામાંથી ભેજની સુગંધ આવતી નથી.

અમે છત્તે ચોમાસે ચોમાસાં વિનાનાં!

કોઈ પાણીનાં બંબા પર
ભીનું બનિયન કે બ્લાઉઝ સૂકવતું નથી,
માથે કોથળો ઓઢીને વરતા વરસાદમાં
કામવાળી હડી કાઢતી થતી નથી.

આ તે કેવું ચોમાસું!

Hindi Shayri by Naranji Jadeja : 111035727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now