હે માનવી તું આ સુ કરી બેઠો,
હેવાનીયત ની સીમા ને તું પાર કરી બેઠો..
અરે એ તો હજુ ઊગતું ગુલાબ હતું એ,
તું એના પર હવસ ની કાયા નાખી ને બેઠો..
આ વાત પર તો ભગવાન પણ માફ નઇ કરે તને,
તું એક નાદાન પંખી ને વીંખી ને બેઠો..
મતી મારી ગઈ હતી તારી હવસ ની આડ માં,
તું હિમાલય જેવડું પાપ કરી બેઠો.
જરાક શરમ તો કર એ નામુરાદ
તું એક બાળા ને ભરખી ને બેઠો
હે માનવી તું સુ કરી બેઠો ~
#Justis Tanvi??