નાવની પતવાર છીએ હું અને તું
રસ્તાની કિનાર છીએ હું અને તું
સાત પગલે ચાલતા આપેલ સર્વે
વાયદાનો સ્વીકાર છીએ હું અને તું
મઘમઘે છે થાળ જેના કારણોથી
એ રસોઈનો વઘાર છીએ હું અને તું
બદલતો રે ચાલ ક્ષણે ક્ષણ તેવા
સમયની પાર છીએ હું અને તું
આયુર્વેદ જેમ ધીમે અસર થાશે
કાયમી ઉપચાર છીયે હું અને તું
- શ્રેયસ ત્રિવેદી
પંક્તિ
મત્લા
સાત દરિયા પાર છીએ હું અને તું
આપણો આધાર છીએ હું અને તું
- ભાવેશ જેતપરિયા