બે શબ્દો મારાં પણ સાંભળી જજે
ફરી મળવાનું બહાનું આપતી જજે,
આજ તો એ વાત અર્ધી રહી ગઈ
ફરી અમસ્તું એ બહાને આવી જજે,
હાથ તારો કોમળ રેશમી અડ્યો
ફરી સ્પર્શ કોઈ બહાને આપતી જજે,
એક સી છે વાટ બંનેની કદાચ તો
ફરી ડગલા સાત મિલાવતી જજે,
આજ જો દેવાંગ કહે છે માન તું
ફરી મનનું ધારેલું કરાવતી જજે !!!