એક સવારે હું એક રોડ ઉપર જઈ રહ્યો હતો ને સામેથી એક માજી મારી સામે આવી રહ્યા હતા ને જેવો હુ તેમની નજીકથી પસાર થયો ને તરત તેમણે મારી સામે પોતાનો હાથ પૈસા માટે લંબાવ્યો મે બે રૂપિયાનો સિક્કો આપ્યો
પછી તેમણે કહ્યું કે દીકરા મને આ રસ્તો ક્રોસ કરી આપણે...
મને મોડું થતું હતું છતાં પણ મે તેમણે રોડ ક્રોસ કરી આપી ને હું જેવો જતો હતો ને તેમણે મને બૂમ મારીને કહે સુખી થા બેટા, ભગવાન તારું ભલું કરે
હવે મે તેમની એવી શી સેવા કરી દીધી કે મને આમ આર્શીવાદ આપે!
કહેવાનો મતલબ એ કે કોઈના કામનો બદલો અચૂક સમયે ચૂકવી દેવો.
કોઈનો ઉપકાર લઈને બેસી રહેવું નહિ.
માજી મે રોડ ક્રોસ કરી આપ્યો ને તે સીધા જવાને બદલે તેઓ કઈ નહિ તો તેમના આર્શીવાદ પણ આપતા ગયા ...
તેમણે મારું અહેસાન માથે રાખ્યું નહિ.
મને પણ મનમાં ખુશી થઇ આવી.
ને મને સારું કામ કર્યા નો આનંદ પણ થયો.