રોજ સવારે ઊઠું છું જવાબદારીઓ નિભાવવા માટે
જીંદગી કોઈક વાર તો જીવવા દે સપનાઓ પૂરા કરવા માટે
સફર ના સામાન નો ભાર ઘણો અને રસ્તો પણ લાંબો
છોડી દીધાં છે સપનાઓને રસ્તામાં મંજિલ મેળવવા માટે
જીંદગી કોઈક વાર તો જીવવા દે સપનાઓ પૂરા કરવા માટે
આવી ગ્યો છું એકલો નવી અજાણ દુનિયા માં
છોડી દીધાં છે પોતાનાઓ ને પૈસા કમાવવા માટે
જીંદગી કોઈક વાર તો જીવવા દે સપનાઓ પૂરા કરવા માટે
મારા સપનાઓ ના ત્યાગ ને મારી કમજોરી ના સમજ 'જીંદગી'
દિલ માં સપના અને હોઁઠૉ પર મુસ્કાન રાખી જીવું છું પોતાના પરીવાર માટે
જીંદગી કોઈક વાર તો જીવવા દે સપનાઓ પૂરા કરવા માટે
શું કરુ છું ક્યાં જઇ રહ્યો છું કાંઇ ખબર નથી પરંતુ
કોશીશ જરૂર કરુ છું થોડીક ખુશી મેળવવા માટે
જીંદગી કોઈક વાર તો જીવવા દે સપનાઓ પૂરા કરવા માટે
-Farhan Patel