# કાવ્યોત્સવ
અજબ સંબંધો
એવું કેમ થાતું, લાગે નવાઈ મને,
માસી લાગે વ્હાલી, ને મામી પડે અકારી ?
એવું કેમ થાતું, લાગે નવાઈ મને,
ફોઈબા લાગે વ્હાલાં, ને કાકી બિચારાં નકામાં ?
એવું કેમ થાતું, લાગે નવાઈ મને,
કાકા-મામા સારાં, ને માસા-ફુઆ નઠારાં ?
લોહીનો સંબંધ જગમાં લાગે છે સૌને સારો,
બીજાં સગા જે બહારનાં, તે નકામાં ને ઠાલાં ?
નિરંતર સૃષ્ટિની રચના સમજીયે તો સારું,
શિવ થકી જીવ આ, સંબંધોના વણાયેલા તાણા !
- સ્મિતા ધ્રુવ