‘’અઢી અક્ષરનું વિશ્વ’’
સૃષ્ટિનો સૌથી પવિત્ર શબ્દ છે પ્રેમ. પ્રેમ સર્વ ધર્મોનો સાર છે. પ્રેમ સત્ય છે. પ્રેમ ભક્તિ છે અને પ્રેમ જ ઈશ્વર છે.
જીવન એટલે પ્રેમ. પ્રેમ પ્રગટ થવો એટલે જીવવું. આપણને પ્રિયજન પ્રત્યે પ્રેમ થાય એટલે આપણી આસપાસની દુનિયા રંગીન થઇ જાય. સર્વત્ર આનંદ છવાઈ જાય. આપણી બધી પીડાઓ શમી જાય.
પ્રેમમાં બધા પૂર્વગ્રહો, ઈર્ષ્યા, રાગ-દ્વેષ છૂટી જાય. કોઈ અતિ ગમવા લાગે એટલે નયનમાં રમવા લાગે. જેને પ્રેમ કરીએ તેના ભક્ત બની જઈએ.
પ્રેમ પામવાને લાયક બનવા પ્રેમ આપવો આવશ્યક છે. પ્રેમ એ જ ભક્તિ છે. પ્રેમ ઉજાશ છે. પ્રેમમાં ભીનાશ છે . પ્રેમમાં સુવાસ છે. પ્રેમ અંતરનો આનંદ છે. દર્દ ની દવા છે. આખા આલમને એક કરવાનું એક માત્ર સાધન છે પ્રેમ.
પ્રેમ જીવનનું સુમધુર ગીત છે. આપણે તેને અંતરાત્માના સુમધુર લયમાં ગાવું. અઢી અક્ષરના આ શબ્દમાં એવો જાદુ છે કે સ્વયં ઈશ્વરને પણ પામી શકાય છે.
ટહુકો :
પ્રેમ નામના અઢી અક્ષરમાં આખા જગતને એક કરવાની શક્તિ રહેલી છે.
કેતન મોટલા ‘રઘુવંશી’
-- ketan motla raghuvanshi
Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111035035