#કાવ્યોત્સવ
...ભીંજાઇએ વરસાદમાં
ગગને ઘેરાઈ
ઘટા ઘનઘોર 'ને
વચ્ચે વીજ ચમકાર,
કહું છું, ચાલ જરા
ભીંજાઈએ વરસાદમાં.
ફર ફર વાતો વાયરો 'ને
સોડમ ભીની માટીની,
કહું છું, ચાલ જરા
ભીંજાઈએ વરસાદમાં.
મોસમ રુડી કેવી 'ને
આપણે આઘા આઘા !
થઈને હવે હાથવગા
કહું છું, ચાલ જરા
ભીંજાઈએ વરસાદમાં.
ક્યાં સુધી આમ છેટા 'ને
રહીશું બસ યાદમાં !
કહું છું, ચાલ હવે તો
ભીંજાઈએ વરસાદમાં.
~ અતુલ દવે