માયાજાળમાં
વિચારોની માયાજાળમાં નિર્ણય લેવાનું ચુક્યા.
વિસ્તારોની માયાજાળમાં વિસ્તરવાનું ચુક્યા.
પૂર્ણતાની માયાજાળમાં શરૂઆત કરવાનું ચુક્યા.
વિકસવાની માયાજાળમાં સહજકામ કરવાનું ચુક્યા.
વિશ્વાસતાની માયાજાળમાં પ્રામાણિક બનવાનું ચુક્યા.
વિક્રમોની માયાજાળમાં પ્રાથમિકતા કરવાનું ચુક્યા.
સંબંધોની માયાજાળમાં અપનાવવાનું ચુક્યા.
વિશાળતાની માયાજાળમાં નાના બનવાનું ચુક્યા.
સ્વપ્નોની માયાજાળમાં વાસ્તવિકતા અપનાવવાનું ચુક્યા.
પ્રકૃતિની માયાજાળમાં ગુલમિલ થવાનું ચુક્યા.
સુખની માયાજાળમાં સહન કરવાનું ચુક્યા.
જિંદગીની માયાજાળમાં વિમર્શ કરવામાં ચુક્યા.