#KAVYOTSAV

* ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
* સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
* પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.
* પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે, સંતાડવું પણ ના પડે.
* વિચાર ગમે તેટલો સુંદર હોય
તે આચાર વિના નકામો છે.
* પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ?
આંખ મીચું... ને બસ પાંપણ સુધી આવ..!

Gujarati Shayri by Dimpal Kapadiya : 111034856
Dimpal Kapadiya 8 year ago

mane pn evu j khabar che k aa megani saheb ni j rachana che

Nirav Patel SHYAM 8 year ago

પણ ઉપરની ચાર પંક્તિ ઠેર ઠેર મેઘાણીના નામ ઉપર મહોર લગાવી રહી છે

Nirav Patel SHYAM 8 year ago

હોય શકે.. હું પણ ખોટો હોઈ શકું...

AMIT CHAVDA 8 year ago

ના..મેઘાણીની આ ભાષા જ નથી મેં એમની કવિતાઓ 5 વખત બધીજ વાંચી છે.

Nirav Patel SHYAM 8 year ago

હા પ્રથમ ચાર પંક્તિ મેઘાણી દ્વારા લખાઈ હશે

AMIT CHAVDA 8 year ago

ઝવેરચંદ મેઘાણીના નામે ફરતી થયેલી આ રચના વડોદરાના કવિ શ્રી દિનેશ ડોંગરે 'નાદાન'ની છે.આજે કવિનો જન્મદિન છે ત્યારે એમને શુભેચ્છાઓ સાથે આ આખી ગઝલ માણીઅે.. .......... ધીમે ધીમે વૃદ્ધિ પામી વૃદ્ધ થા, કાં પછી સર્વસ્વ ત્યાગી બુદ્ધ થા. સ્નાન હો ઘરમાં કે હો ગંગાતટે, કર હ્યદય પાવન ભીતરથી શુદ્ધ થા. સામનો કર યુદ્ધમાં સંજોગનો, શસ્ત્ર નાખી આમ ના અવરુદ્ધ થા. તું નરોવા કુંજરોવા કર નહિ, મારી સાથે કાં પછી વિરુદ્ધ થા. એ બહુ નુકસાન કરશે જાતને, તું નજીવા કારણે ના ક્રુદ્ધ થા. એ જ તો "નાદાન" અંતિમ ધ્યેય છે, ન

AMIT CHAVDA 8 year ago

આ ગઝલ છે...મેઘાણી એ ગઝલ નથી લખી..

Nirav Patel SHYAM 8 year ago

મને તો આ કવિતા નથી લાગતી.. પ્રથમ બે પંક્તિ મેઘાણીની અને આગળ બીજા સુવિચાર મુક્યાં લાગે છે

AMIT CHAVDA 8 year ago

ના..નાદાન ની છે....એક મિનિટ ફોટો પોસ્ટ થાય તો કરું.

Nirav Patel SHYAM 8 year ago

પહેલા બે શેર મેઘાણીના છે... બાકી આગળ કોઈએ એમાં ઉમેરો કર્યો હોય તો ખબર નહિ

Nirav Patel SHYAM 8 year ago

ના.. મેઘાણીની છે

AMIT CHAVDA 8 year ago

પેલા બે શેર જ..બાકી અલગ છે...નાદાન ની જ છે..

AMIT CHAVDA 8 year ago

ઝવેરચંદ મેઘાણીની નથી.કદાચ.દિનેશ ડોંગરે 'નાદાન 'ની છે.

Nirav Patel SHYAM 8 year ago

હા... મેઘાણીની અમર રચના છે.

Dimpal Kapadiya 8 year ago

ha bhai ane aa zaverchand meghani ni che ...sari lagi etle post kari...n kavyotsav tag kadhavanu rahi gayu

Nirav Patel SHYAM 8 year ago

સોરી.. પણ ડિમ્પલજી.. કાવ્યોત્સવમાં સ્વ રચિત રચનાઓ જ પોસ્ટ કરી શકાય છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now