Gujarati Quote in Story by Bipin Agravat

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MKGANDHI

'મહાત્મા ગાંધી મારી દ્રષ્ટિએ' વિષય પર લખવાની શરૂઆત હું મારી નરી આંખે નિહાળેલાં દ્રશ્ય પરથી લખાયેલી એક ગઝલનાં શે'રથી કરીશ,
હોય સ્વદેશી સ્ટોર અને વેચાય વિદેશી આઈટમ,
ગાંધીજીની હાટ મહીં પરદેશી ઝાળા જોયા છે.
પહેલાં થયું કે આ સ્થળ વિશે પણ આપને જણાવું, પરંતુ થોડો વિચાર કરતાં અંતરાત્માએ કહ્યું કે, 'આમ તો સમગ્ર દેશમાં પણ આવું જ તો ચાલી રહ્યું છે. ગાંધીજીએ દર્શાવેલો માર્ગ અને હાલની ભારતની પરિસ્થિતિ, શું આ બંને પણ આવું જ કંઈક નથી દર્શાવી રહ્યા ??? આપણી સ્વદેશી વસ્તુઓ, આપણા સંસ્કારો-આદર્શો, આપણા તહેવારો વગેરે વિદેશી માહોલમાં પરિવર્તિત થઈ રહ્યા છે અને આ બધાં પાછળ બિનજરૂરી રીતે વપરાતાં રૂપિયા પર રહેલો ગાંધીજીનો ફોટો જોઈ મને એવું લાગી રહ્યું છે કે જાણે તેઓ કહી રહ્યા હોય, 'આર્યવર્ત ભારતનાં આદર્શોને તોડવામાં, મારા સ્વપ્નનાં સ્વચ્છ ભારતને પ્રદૂષિત કરવામાં – તું મારો જ ઉપયોગ કરી રહ્યો હોવાછતાં હું કાંઈ જ નથી કરી શકતો.' અને તેઓ પોતાની આ વિવશતા પર હસવા લાગે છે...

Gujarati Story by Bipin Agravat : 111034763
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now