માણસ છે તું સવાયો ગાંધી
સગવડતાપૂર્વક ભુલાયો ગાંધી
પકડી પાડી નસ અંગેજોની
વાણિયો તું બહુ ડાહ્યો ગાંધી
સત્ય અહિંસા અસહકારનો
કસુંબો સૌને પાયો ગાંધી
આઝાદી બાદ અણગમતા
કામોમાં ખૂબ વપરાયો ગાંધી
બનાવી દીધો રાષ્ટ્રપિતા પણ
દેશને જ ના સમજાયો ગાંધી
રસ્તા,બાવલા,યોજના,ચલણ
ના બાકી રહ્યો પડછાયો ગાંધી
ગૌરવ અનુભવે છે જે તારાથી
તેના વડે જ શરમાયો ગાંધી.
શ્રેયસ ત્રિવેદી
#MKGANDHI