Gujarati Quote in Shayri by Savan M Dankhara

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#KAVYOSTAV

અડધી ખુલે આંખ ને મારી પાંપણ ભીંજાણી
ઉભરતા આ યૌવન માં ધીરજ દેખાણી
હવે સ્વયં ને વારી વારી તુજ માં ખોવાણી
હવે તને જોતા....
અડધી ખુલે આંખ ને મારી પાંપણ ભીંજાણી

વિરહ ની આ પલ લાગે છે આકરી
હવે યાદ આવે છે તમારી સાકરી
તમેં કરેલા વાયદા અમે ભૂલી ગયા
હવે તને યાદ કરતા...
અડધી ખુલે આંખ ને મારી પાંપણ ભીંજાણી

સમય સમય ને વાત છે સાચી
લોકો છે અહીં સ્વાર્થ ની પૂતળી
મલમ ચોપડી ઘા કર્યા,છોડી ગયા ઘા કરી
હવે એ જ ઘા ને રુજવતા.....
અડધી ખુલે આંખ ને મારી પાંપણ ભીંજાણી

ગમ ભૂલવા ગમ માં ખોવાયો
ભૂલી ગયો ભવની માયા
રચ્યો પચ્યો બની ગયો દેશ પ્રેમ માં
પ્રેમ મળ્યો આ દેશ નો ,મનો મન હરખાય ગયો
અડધી ખુલે આંખ ને મારી પાંપણ ભીંજાણી

અડધી ખુલી આંખ ને ભીંજાણી પાંપણ
એ નોતી ભીંજાણી કોઈ ની યાદ માં
કે નોતી ભીંજાણી કોઈ ના ગમ માં
પ્રેમ આ દેશવાસી નો જોઈ....
આખી ખુલી આંખ ને મારી પાંપણ ભીંજાણી

Gujarati Shayri by Savan M Dankhara : 111034670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now