આ ખોટો ભ્રમ તો હવે રહેવા દે,
તુ નથી તો શું થયું યાદ તારી થોડી રહેવા દે.
ચાહત સિવાય ક્યાં કશુ આવડે મને,
આ વેમમાં મને હવે થોડુ જીવવા દે.
કિનારા સામે જ હતા મારી નાવના,
મઝધારમાં ડૂબું તો ડૂબવા દે.
બેશુમાર ચાહત નો આજ મળે છે બદલો,
ભલે ખોટ તો ખોટ નો ધંધો કરવા દે.
કહેતી હતી પાગલ દુનિયા મને તારી પાછળ,
એજ ભ્રમણામાં જગતને રહેવા દે.
તુ સાથે હોય કે ના હોય શુ ફરક પડશે મને,
નામ હો ભલે કિરણ મને અંધકાર થોડો ઓઢવા દે...
@Dc