#MKGANDHI
હું આ માણસને નોટ વાળો ડોસો કહી ને બોલાવું છું પણ એનો અર્થ એ નથી કે મને કંઈ ખબર નથી કે મને કંઈ માન નથી આ માણસ માટે, પણ જે વ્યક્તિ મને હ્રદય થી ગમે છે તેને હું મારા નામ આપું છુ. ડોસા ની મને સૌથી સારી વાત લાગતી હોય તો તે છે કે તેમને ગુસ્સા ને પાળતા આવડ્યું અને આજ કામ સૌથી અઘરું છે. તેણે ઘણું સહ્યું સત્ય માટે, આઝાદી માટે. આ વ્યક્તિ સાચા અર્થ માં માણસ હતો. તેનામા પોતાની ભૂલો કબૂલ કરવાની અને ભૂલ્યા હોય ત્યાંથી ફરીથી ગણવા જેટલી નમ્રતા હતી.