#kvyotsav
કોમળ...
કોમળ ફૂલડાં રમતાં કેવા,
સંગે કાંટા હસતા જોયા.
કેવી લીલા ઈશની આ તો,
જોને ભેગા બંને રહેતા કેવા.
વર્ણે કાળી કોયલડી ભલે,
કોમળ સ્વરની સમરાંગીની ,
કરુણા તોયે કાગડીમાં દીઠી,
જેણે કોકિલ બાળ ઉછેર્યા જે.
કાદવ સંગે કમળ રહેતું !
ડાઘ થી કદી ના અભડાયું એ.
જાણ્યું, મૃદુતા જેની પ્રકૃતિ બની,
બલિહારી એની જ ગવાઈ છે.
મિલન લાડ. વલસાડ - સુરત.