#Kavyotsav
હે ચાંદ હવે તો રમવા આવ ... (મિત્રો)
સૂરજ દાદા એ કહ્યું ' બાય .. બાય .. ',
હે ચાંદ હવે તો રમવા આવ ..
વાદળોએ ખોલ્યા દરવાજા,
હે ચાંદ હવે તો રમવા આવ ..
ઘોર અંધકારમાં પ્રકાશ પાડતો,
હે ચાંદ હવે તો રમવા આવ ..
તારા રૂપ ને શીતળતાનો મોહ મુકી,
હે ચાંદ હવે તો રમવા આવ ..
તારી સુંદરતાનું ભાન ભૂલી,
નાના બાળક સમો મિત્ર બની,
હે ચાંદ હવે તો રમવા આવ ..