# Kavyotsav
પ્રેમ શું માગે વિચારી જોઇએ,
આદતે હર દિલ પૂજારી જોઇએ.
કે નજરના તીર વેધક હોય પણ,
સ્થિર મન, ધડકન કરારી જોઇએ.
જો ડર્યા, તો પ્રેમને ભૂલી જજો,
તાસીરે થોડી ખુમારી જોઇએ.
પ્રેમ સામે ઔષધી નાકામ છે,
જિન્દગીભર એ બિમારી જોઇએ .
એકપક્ષી પ્રેમને નિર્જીવ કહ્યો,
બેઉ પક્ષે બેકરારી જોઇએ.
– પ્રવીણ શાહ