#kavyotsav
તારું જ ઘર ને તારા જ બધા છે.
તોય કેવું પડે છે તારે કે હવે બઉ થયું...
વિચાર તો કર તું એનો, જેનું કઈ જ નથી આ જીવન માં તારા સિવાય
તેને જ તું કે છે હવે બઉ થયું...
તારા ભરોસે તો મૂક્યું આખું આયખું,
અને હવે તું જ કે છે બઉ થયું...
આગળ પાછળ તારે ફરવા વાળા છે બધાય,
કેમ છે? કેવા વાળુય નથી કોઈ
તો એ કેવું પડે છે કે બઉ થયું...
જિંદગીના દરેક પળે આપ્યું સાથ તારો,
તોય તું કે છે કે હવે બઉ થયું...
મારા સપના ભૂલીને સજાવ્યા તારા અરમાનો,
છેલ્લે તું જ કે છે કે બઉ થયું...