Gujarati Quote in Shayri by Margi Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav


આસુંઓનોય હોય કલર!

હવે ખબર પડી...


મને ગમે એ હું કરું 

મને ગમે એ તું કર પણ!!

પણ તને ગમે એ હું ના કરું એવી 

હવે ખબર પડી...


નથી રહ્યા સબંધો હવે પેહલા જેવા 

એની હવે ખબર પડી..


લાખ કરી લઉં હવે કોશિશ 

પણ નહિ જ બદલાય એ સબંધ 

એની હવે ખબર પડી...


બધે હું જ ખોટી છું એવા તારા વિચારોની 

એની હવે ખબર પડી...


લાગણીઓ દુભાય છે ધણીય 

પણ રડાયે નહિ તારી સામે 

એની હહવે ખબર પડી...


તોડવાથી જ નથી તૂટતાં સબંધો 

પણ છોડી દેવાથી પણ તૂટે જ સબંધો 

એની હવે ખબર પડી...


કોઈનોય ભરોસો કરીને ના પકડાય એમ હાથ 

એની મને હવે ખબર પડી...


કાયમ અમે તો જોઈએ જમવામાં રાહ તારી 

તું તો એક દિવસ પણ રાહ ના જોવે મારી 

એની હવે ખબર પડી...


લખો ઉમ્મીદો ને સપનાઓ લઈને આવીતી હું એની જોડે 

પણ,આ બધું સપનામાં જ હોય 

એની હવે ખબર પડી...


બીજા ના સુખી જીવનની દુઆ માંગતી તી હું 

મારુ જ બધું વિખરાઈ જશે 

એની હવે ખબર પડી...


ઝાઝવા ના જળ જેવો છે મારો પ્રેમ 

લાખ પ્રયત્ન કરું તોય નાઈ જ મળે 

એની મ હવે ખબર પડી...


સ્વાર્થના જ સબંધો હોય એવું સાંભળ્યું તું 

પણ એ હકીકતની 

એની મને હવે ખબર પડી...


તોડાવવાળા લાખ કોશિશ કરે 

પણ તોડવાવાળો જયારે હાથ એટલી જ ઈચ્છાથી લંબાવે

એની હવે ખબર પડી...


લોકો ને દેખાય છે ખૂબીઓ મારામાં

પણ એ તો ખામીઓ જ શોધે છે

એની હવે ખબર પડી...


બધી જ ખબર પડી છતાંય

કોની અને ક્યાં સમય ની રાહ જોઉં છું હું બસ!!!

એક...એની જ ખબર ના પડી...

Gujarati Shayri by Margi Patel : 111034279
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now