#kavyotsav
વિષય: સંબંધ,લાગણી
સગપણ
સગપણની દીવાલ હેય...ને ફીણ ખચાખચ
થાપણ-બાપણ હિમ, હિમનું મીણ ખચાખચ
આવનજાવન ખેલ ખતમ, દરિયા પર દરિયો
આકાશે ધુમ્મસની ઊભરે ખીણ ખચાખચ
લોહી નીગળતાં આવળબાવળ વર્ષો વચ્ચે
હું અને તું - બીબાએલું મીણ ખચાખચ
કાલ સવારે મેઘધનુ રંગોને બદલે
રોજીંદા દ્રશ્યો મળતાં, કરપીણ ખચાખચ
એક સમયનો શ્વાસ બરાબર ચાલે છે, ને
બાકી સૌ તો ગળા સુધી છે ક્ષીણ ખચાખચ
*****************(પારુલ મહેતા)