#kavyotsav

તારી યાદ માં સૂર પ્રેમના અમસ્તા જ રેલાઈ ગયા
આગમન તારું થયું, ને અરમાન હૃદયે ફેલાઈ ગયા

ધોધમાર વરસાદે અમેતો સાવ કોરાખટ્ટ થઈને ઉભા
લાંબા હાથ કરી તે ધરી છત્રીને અમે ભીંજાઈ ગયા

નજરથી નજર મળવાના દાવાને પણ હું ખોટો માનતો
અધરે આવેલા સ્મિતને જોઈ પાછા અમે મુંઝાઈ ગયા

અજાણ્યા સ્થાનેથી પણ પહોંચી જતો મંઝિલ સુધી
કામણગારી તારી આંખોમાં ડૂબકી દઈ ખોવાઈ ગયા

શોધીએ તોય મળતી નથી છટકબારી હવે પ્રેમમાં
'શ્યામ' અને 'રાધા' તો એક તાંતણે બંધાઈ ગયા

#નીરવ_પટેલ 'શ્યામ'

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111034126
Nirav Patel SHYAM 8 year ago

વાહ સરસ..?

Simran Jatin Patel 8 year ago

રેશમ ના એક તાંતણે બંધાયા આપણે... જોજે કોઈ ગાંઠ ન પડે એમાં... હમેશ ચાલતા રહેશું હારે હારે.... નય પડે કોઈ ઢીલ કે આંટી.... સ્મિત રેલાવતા રહેશું હર શ્વાસે હરદમ....

Tanvi Tandel 8 year ago

oh ho very nice...

Bhavesh 8 year ago

bhai ek ni vat hati tame to be ekda 11 karya, vah zakhmi sher ho baki, badhi mast bhai

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now