Gujarati Quote in Quotes by Nirav Patel SHYAM

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

અછાંદસ... એક ખેડૂતની વ્યથા


તસતસતા તમાકુના છોડવે
બાઝેલો કશ જોઈને તમતમતી બે આંખો
વિચારી રહી હતી :
ઓણગાર
દીકરી ના લગનીયા લેવાના
બેનના મોમેરા ભરવાના
મોટો લેવા રિહાયો સે ફટફટીયું
ને નાનકાની નેહારની ફી તો હજુ બાકી
ઓણગાર ભાવ આવે તો હારું,
પણ આ તૈણ વિઘો મોહી તો હું હું આવશે
ભાવ હજારની મોય આવ્યો તો હું થહે
ચમ કરી ને પુડુ કરહુ,
ચમ કરીને દાઢા વારહું,
કરીયોણાં વારો હવે ઉધાર પણ ચેટલું ખેંચહે
ભગવોન હોમુ જોવે તો હારું,
તસતસતા તમાકુના છોડવે
બાઝેલો કશ જોઈને તમતમતી બે આંખો
વિચારી રહી હતી......

-#નીરવ_પટેલ 'શ્યામ'

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111034120
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now