#kavyotsav
મિલનનો આ હવે છેલ્લો તહેવાર છે,
આવી જા ઝટ હવે આવતો રવિવાર છે
સંજોગો ક્યાં સાથ આપે છે મળવામાં
હવે તો બસ લાગણીનો જ વહેવાર છે
કદીક આવીને જો મારા હૈયા કેરા ઘરમાં,
એક તારો જ તો પરિવાર છે
આશાઓ હજુ દિલમાં ખૂંધી રાખી છે,
એકાંત જ હવે મારો સથવાર છે,
ક્યાંક ખૂણામાં હોઈશ 'નીરવ' થઇ
હૃદય પર એક તારો જ અધિકાર છે
#નીરવ પટેલ 'શ્યામ'