Gujarati Quote in Quotes by Nirav Patel SHYAM

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav

તને માણવાની એક પળ શોધું છું,
આવ તું પાસે, તને જ હરપળ શોધું છું,

દિલાસા દિલને ક્યાં સુધી આપ્યા કરું?
તારા જ હોવાની એક ક્ષણ શોધું છું,

ખાલીપો હવે તો નથી સહેવાતો,
જાણે ભર્યા શહેરમાં હું રણ શોધું છું,

તારા વિના આશ પણ હવે કોની રાખું,
તે જ આપેલું એ સ્મરણ શોધું છું,

બેસી રહું છું, ક્યાંક બસ 'નીરવ' થઇ
જીવન આપી ખોવાયેલ એ મરણ શોધું છું.

નીરવ પટેલ 'શ્યામ'

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111034114
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now